ન્યૂઝીલેન્ડ સામે 14 અને 15 બોલમાં અડધી સદી ફટકારીને અભિષેક શર્માએ મચાવી ધમાલ, પણ યુવરાજ સિંહનો રેકોર્ડ હજુ અકબંધ. fastest fifty in T20 international: તાજેતરમાં વેલિંગ્ટન ખાતે રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતના યુવા અને આક્રમક બેટ્સમેન અભિષેક શર્માએ વિસ્ફોટક બેટિંગ કરીને સમગ્ર ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જગાવી છે.