અભિષેક શર્માએ 38 બોલમાં 113 રનની આતશી ઈનિંગ્સ રમી, 9 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકારીને ન્યૂઝીલેન્ડ સામે ભારતને શાનદાર વિજય અપાવ્યો. Abhishek Sharma century: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી T20I મેચમાં ભારતીય ટીમના યુવા ઓપનર અભિષેક શર્માએ મેદાન પર એવો તરખાટ મચાવ્યો કે દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા. પોતાની વિસ્ફોટક અને આક્રમક બેટિંગથી અભિષેકે માત્ર 38 બોલમાં 113 રનની શાનદાર ઈનિંગ્સ રમીને ટીમ ઈન્ડિયાને એક યાદગાર વિજય અપાવ્યો છે.