Ahmedabad School Bomb Threat: અમદાવાદની જાણીતી શાળાઓ અને સ્ટેડિયમને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે ચકચાર મચી ગઈ છે. સેટેલાઈટ સ્થિત નારાયણ સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, વિદ્યા ભારતી સ્કૂલ તેમજ સી.એન. વિદ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેઈલ મળ્યા છે. આ સિવાય વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.