Cyclone Storm Arnab Tracker Update : ભારતીય હવામાન વિભાગ (IMD) એ માહિતી આપી છે કે બંગાળની ખાડી પર રચાયેલ ડીપ પ્રેશર એરિયા ચક્રવાત 'અર્નબ'માં ફેરવાઈ ગયું છે. તે 27 ઓક્ટોબર સુધીમાં અતિ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઇને અને બીજા દિવસે સવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. IMD એ આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.