ઓનલાઇન શોપિંગના આ યુગમાં સાયબર ઠગો અજાણતા લોકોનો શિકાર કરવા માટે નવી નવી રીતો અપનાવી રહ્યા છે. બેંગલુરુમાં તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં 56 વર્ષીય મહિલા સાથે છેતરપિંડી થઈ છે. આ મહિલા બગડી ગયેલા દહીંના પેકેટને પરત કરવા માટે 'કસ્ટમર કેર' નંબર શોધી રહી હતી. તેણે ગૂગલ પર મળેલો એક નંબર ડાયલ કર્યો જે કસ્ટમર કેરનો હોવાનું માનવામાં આવતું હતું અને થોડી જ વારમાં તેના બેંક ખાતામાંથી 98,000 રૂપિયા કપાઈ.