આસામની રાજધાની ગુવાહાટીના ઉલુબારી વિસ્તારમાં આવેલી હોટેલમાં થયેલા ફાયરિંગમાં બે મહિલાઓ સહિત અનેક લોકોને ઈજા પહોંચી છે, પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. Guwahati hotel firing: આસામની રાજધાની ગુવાહાટીમાંથી એક અત્યંત ચોંકાવનારા અને હચમચાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. ગુવાહાટીના હાર્દ સમાન વિસ્તારમાં આવેલી જાણીતી હોટેલ બિલાસમાં અજાણ્યા શખ્સો દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો છે.