પદ, BBC Gujarati journalistપ્રકાશિત 8 ઑક્ટોબર 2026વાંચવાનો સમય: 4 મિનિટગુજરાતમાંથી ચોમાસું આધિકારિકપણે વિદાય લઈ ચૂક્યું છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં અગાઉની અપેક્ષા પ્રમાણે સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. ડિરેક્ટોરેટ ઑફ રિલીફ દ્વારા જાહેર કરાતા વરસાદ અંગેના લેટેસ્ટ ડેટા મુજબ, સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી સરેરાશના 89.19 ટકા વરસાદ નોંધાયો છે. જોકે, વરસાદની આ 'ઘટ' કેટલાક જિલ્લામાં વધુ તીવ્રપણે અનુભવાઈ રહી હોવાની ફરિયાદ છે.