ઇનોવા હાઇક્રોસ તેના લૂક, શાનદાર સ્પેસ અને પાવરફૂલ એન્જિનને કારણે વેચાણના અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. કંપની હાલમાં ઇનોવા હાઇક્રોસને વધુ આધુનિક અને આકર્ષક બનાવવા માટે ફેસલિફ્ટ પર કામ કરી રહી છે. આપણા દેશમાં ટોયોટા ઇનોવાની ખૂબ માંગ છે. તેને લાંબી મુસાફરી માટે શ્રેષ્ઠ વાહન માનવામાં આવે છે. અહેવાલો અનુસાર, ઇનોવા હાઇક્રોસ ફેસલિફ્ટમાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવશે. કારના એક્સટીરિયર અને ઈન્ટીરિયર અને સેફ્ટી ફીચર્સ સુધી નવા એલિમેન્ટ સામેલ કરવામાં આવશે.