અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડું ગુજરાત પર ત્રાટક્યું અને તેણે અનેક વિસ્તારોમાં તબાહી સર્જી છે. વાવાઝોડાના પગલે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે, જેની અસર કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. ગુરુવાર માટે કરાયેલી આગાહી પ્રમાણે ત્રણ જિલ્લાઓમાં રેડ ઍલર્ટની જાહેરાત કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આની અસર ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં પણ જોવા મળશે, સાથે જ દેશનાં અન્ય રાજ્યોમાં પણ આ વાવાઝોડાને પગલે હવામાન પલટાય.