Share Market News Today Live Update In Gujarati : એશિયન શેરબજારોના નરમ સંકેત વચ્ચે સેન્સેક્સ નિફ્ટી સોમવારે ઘટાડે ખુલ્યા હતા. આજે સેન્સેક્સ 133 પોઇન્ટ ઘટીને 73000 લેવલ નીચે 72990 ખુલ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 76 પોઇન્ટ ઘટી 22,524 ખુલ્યો છે. આઈટી અને એફએમસીજી સ્ટોકમાં વેચવાલીના દબાણથી ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 600 પોઇન્ટથી વધુ ઘટીને 72514 લેવલ સુધી તૂટ્યો હતો. હાલ સેન્સેક્સ 400 પોઇન્ટના ઘટાડે 72750 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.