Express Exclusive : શેરબજારમાં છેલ્લા બે વર્ષથી કોઇ મોટો સુધારો જોવા મળ્યો નથી. હવે અહેવાલ છે કે કેન્દ્ર સરકાર બજેટ 2027-28માં રોકાણકારોને રાહત આપવાના વિકલ્પો પર ચર્ચા કરી રહી છે. જેમાં શેર પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન પરનો ટેક્સ (LTCG) ઘટાડવો અને વિદેશી રોકાણકારોને રૂપિયાને બદલે ડોલરમાં કરેલા નફાના આધારે ટેક્સ ચૂકવવાની સુવિધા આપવાનો સમાવેશ થાય છે. તમને જણાવી દઇયે કે, હાલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન (LTCG)ના ટેક્સ દર 12.5 ટકા છે.