Vivo Y600 5G Launch : વીવો કંપનીએ પાવરફુલ બેટરી સાથે નવો Vivo Y600 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. વીવો વાય600 5જી મોબાઇલમાં મોટી 10,000 બેટરી છે. આ બેટરીની મદદથી સ્માર્ટફોને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. રિપોર્ટ મુજબ, ઓગસ્ટ મહિનામાં કરાયેલા એક ટેસ્ટ દરમિયાન આ સ્માર્ટફોને સતત 32 કલાક અને 37 મિનિટ સુધી વીડિયો સ્ટ્રિમિંગ કર્યું હતું. Vivo Y600 ફોનમાં 120Hz સુધી રિફ્રેશ રેટ સપોર્ટ કરતી AMOLED ડિસ્પ્લે છે.