Ahmedabad: અમદાવાદ સહિત રાજ્યના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રસ્તાઓની ગુણવત્તા સુધારવા અને ખાડાની સમસ્યા પર નિયંત્રણ મેળવવા રાજ્ય સરકારે નવી SOP જાહેર કરી છે. SOP મુજબ ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ તમામ રસ્તાઓનો સર્વે કરવો પડશે. રસ્તાના બાંધકામની ગુણવત્તા, સમયસર સમારકામ અને રાહદારીઓ સહિત તમામ માર્ગ વપરાશકર્તાઓની સુરક્ષા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.