Mallikarjun Kharge Statement: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવાર વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. આ બાબતે ભારે બબાલ મચી ગઈ છે. ભાજપે કોંગ્રેસને ઘેરી છે. આ મામલે ખડગે વિરુદ્ધ પટનામાં ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસને ઘેરી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષે તમામ મર્યાદાઓ નેવે મૂકી દીધી છે. ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાં ખડગે વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.