Rajkot: રાજકોટ શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના અટીકાફાટક નજીક આવેલા લસણના એક કારખાનામાં પતિ અને પત્નીએ જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. કારખાનામાં જ ગળેફાંસો ખાધોમળતી માહિતી મુજબ, અટીકાફાટક પાસે આવેલા લસણના કારખાનામાં રમેશભાઈ ચાવડા અને તેમના પત્ની ભારતીબેન ચાવડાના મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.