જૂનાગઢ SOGની ટીમે GIDC વિસ્તારમાં દિવેલ અને સોયાબીન અને અન્ય કેમિકલોનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું દેશી નકલી ઘી પકડી પાડ્યું છે. જૂનાગઢ: તહેવારો નજીક આવતા જ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું કારસ્તાન સામે આવી રહ્યું છે. રાજ્યમાં સુરત-દમણ બાદ હવે જૂનાગઢમાં 500 કિલો નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે. જે વિવિધ મીઠાઇના વિક્રેતાઓ અને ડેરી પાર્લરમાં જવાની પણ પૂરી શક્યતા હતી. સમગ્ર મામલામાં પોલીસ વધુ ખુલાસા કરે તેવી શક્યતા છે.