Divya Bhaskar. દિવાળીમાં ખરીદી અને રોકડ વ્યવહારો વધતાં ચોરી, લૂંટ, ચેઇન સ્નેચિંગના ગુના વધે છે, જેને રોકવા પોલીસે સુરક્ષા એક્શન પ્લાન અમલી બનાવ્યો છે. દિવાળીના તહેવાર દરમિયાન ચોરી અને લૂંટ અટકાવવા અમદાવાદ પોલીસ સજ્જ. બજારો, આંગડિયા પેઢીઓ, જ્વેલર્સના શો-રૂમ, વાહનો અને ખાલી મકાનોની સુરક્ષા વધારાશે.