Run to Inspire Marathon 2026 : અરવિંદ સ્માર્ટસ્પેસિસની ‘રન ટુ ઇન્સ્પાયર’ મેરેથોનની ચોથી આવૃત્તિ રવિવારને 25 ઓક્ટોબરના રોજ અમદાવાદના અરવિંદ અપલેન્ડ્સ ખાતે યોજાઈ હતી. 10 કિમીની આ દોડમાં દેશભરમાંથી વ્યાવસાયિક ખેલાડીઓ, દોડના શોખીનો અને દૃષ્ટિબાધિત દોડવીરો સહિત કુલ 1,600 લોકોએ ભાગ લીધો હતો. ‘રન ટુ ઇન્સ્પાયર’ની ચારેય આવૃત્તિઓ દરમિયાન દોડવીરોની ભાગીદારીમાં સતત વધારો જોવા મળ્યો છે. પ્રથમ આવૃત્તિમાં 500 દોડવીરોએ ભાગ લીધો હતો, જ્યારે ચોથી આવૃત્તિમાં આ સંખ્યા વધીને 1,600 થઈ હતી.