રવિવારે બિહારમાં એક રેલી દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ ઘટના બાદ ભાજપે કોંગ્રેસ પક્ષ અને તેના અધ્યક્ષ બંને પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે, દેશની જનતા તેમના સપના ક્યારેય પૂરા થવા દેશે નહીં. પટનામાં ડૉ. શ્રી કૃષ્ણ સિંહની 139મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસ કાર્યકરોને સંબોધતી વખતે શ્રોતાઓમાંથી એક યુવકની ટિપ્પણી પર કોંગ્રેસ અધ્યક્ષ પોતાનો આપો ગુમાવી બેઠા.