UPSC CSE 2025 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા દર વર્ષે લેવામાં આવતી સિવિલ સર્વિસીસ પરીક્ષા દ્વારા પસંદ કરાયેલા સનદી અધિકારીઓની દરેક બેચ માટે ફાઉન્ડેશન કોર્સ સામાન્ય રીતે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઑફ એડમિનિસ્ટ્રેશન, મસૂરીમાં ઓગસ્ટના અંતમાં અથવા સપ્ટેમ્બરની શરૂઆતમાં શરૂ થાય છે અને ડિસેમ્બરમાં સમાપ્ત થાય છે. CEC 2025 પાસ કરનારા 958 ઉમેદવારો માટે LBSNAAના કેલેન્ડરમાં તાલીમની શરૂઆત ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં નક્કી કરવામાં આવી હતી.