Rahul Gandhi News : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે વિદ્યાર્થીઓ, ખેડૂતો, મજૂરો, મહિલાઓ, યુવાનો અને ઉદ્યોગપતિઓને અપીલ કરી છે કે તેઓ 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી 'મત બચાવો, દેશ બચાવો, જન માર્ચ અને મહા રેલી'માં ભાગ લે. તેમણે આરોપ લગાવ્યો કે મતદાર યાદીમાંથી નામો કાઢી નાખવામાં આવ્યા છે અને નિયમો અને કાયદાઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.