Clothes Care Labels : કપડાં ખરીદવા કરતાં વધારે મહત્વનું છે, તેના વિશે સાચી માહિતી હોવી જોઈએ. ખાસ કરીને મોંઘા કપડાં ખરીદતી વખતે, તેના ફેબ્રિક, ધોવા અને સૂકવવાની રીત અને સંભાળ રાખવાની રીત પર ધ્યાન આપવું જોઈએ. યોગ્ય સંભાળના અભાવે થોડાક સમય બાદ જ નવા કપડાં જૂના જેવા દેખાવા લાગે છે. હકીકતમાં, ઘણી વખત મોંઘા કપડાંના ફેબ્રિકને ખોટી રીતે ધોવા અથવા રાખવા કારણે નુકસાન થઈ શકે છે.