Today News : અમેરિકાના ફ્લોરિડા સ્થિત તલ્લાહાસીમાં એક ફુટબોલ સ્ટેડિયમ નજીક શનિવારે મોડી રાતે અંધાધૂંધી ફાયરિંગની ઘટના બની છે. આ ગોળીબારમાં ઓછામાં 6 બાળકો સહિત 12 લોકો ઘાયલ થયા છે. ગોળીબારની ઘટના બાદ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, આ હિંસક ઘટના ફ્લોરિડા એએંડએમ યુનિવર્સિટી (FAMU) ના બ્રેગ મેમોરિયલ સ્ટેડિયમની બહારના પરિસરમાં એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે બની હતી.