Google Trends Viral News: મુંબઈમાં 'બ્લિંકઈટ' માટે ડિલિવરી એજન્ટ તરીકે કામ કરતા સુજીતની કહાની સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. ઓછી કમાણીને કારણે તે મોટરસાઈકલ ખરીદી શકવામાં સક્ષમ નહોતો, તેથી તે રોજ સાયકલ પર ગ્રાહકોના ઘરે ઓર્ડર પહોંચાડવાનું કામ કરતો હતો. તેની પ્રામાણિકતા અને તેણે વેઠેલા સંઘર્ષને જોઈને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને સમાજસેવક હુસૈન મન્સૂરીએ તેને એક નવું સ્કૂટર ભેટમાં આપીને આશ્ચર્યચકિત કરી દીધો.