Kuvarji Bavaliya Statement: કુંવરજી બાવળિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે દ્વારકા, પોરબંદર સહિતના ઓછા વરસાદ અને અછતગ્રસ્ત જિલ્લાઓમાં પાકના આંકડા મેળવવાની પ્રક્રિયા અંતિમ ચરણમાં છે. Kuvarji Bavaliya Statement: રાજ્યમાં ઓછા વરસાદવાળા જિલ્લાઓમાં ખેતીની સ્થિતિ અને દુષ્કાળની જાહેરાતને લઈને શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે, પોરબંદર અને દ્વારકા સહિતના વિસ્તારોમાંથી પાકના ઉત્પાદનના આંકડા મેળવવાની સાથે વહીવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે.