રાજ્ય સરકારે સર્વે અને આંકડા બાદ જ જાહેરાત કરવાની વાત કરી, તો સામે પક્ષે પાણીની તંગી અને માલધારીઓની હિજરત મુદ્દે સરકારને ઘેરી. Gujarat Drought Crisis: ગુજરાતમાં અપૂરતા વરસાદને કારણે ખેડૂતો અને માલધારીઓની ચિંતા વધી ગઈ છે. કયા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત કે અર્ધદુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવશે તેને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. સરકાર અને વિપક્ષ વચ્ચે આ મુદ્દે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે.